પાક આર્મીએ કહ્યું, ડિપ્લોમસી ફેઈલ થશે તો જંગ નક્કી

0
246
sia/pakistan-army-said-war-happens-when-diplomacy-fails
sia/pakistan-army-said-war-happens-when-diplomacy-fails

સરહદ પર સિઝ ફાયર ઉલ્લંઘનની વધતી જતી ઘટનાઓ વચ્ચે પાકિસ્તાની સેનાએ કહ્યું કે, જ્યારે ડિપ્લોમસી ફેલ થાય છે ત્યારે જ જંગ થાય છે. પાકિસ્તાની સેનાએ ચેતવણીભર્યા લહેજામાં કહ્યું કે, અમારા ડિફેન્સ અને શાંતિના પ્રયાસોને અમારી નબળાઈ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જોકે, પાક આર્મીએ કહ્યું કે. ભારત સાથે હાલમાં કોઈપણ પ્રકારની જંગની શક્યતા નથી કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશ છે.સરહદ પર સિઝ ફાયર ઉલ્લંઘનની વધતી જતી ઘટનાઓ વચ્ચે પાકિસ્તાની સેનાએ કહ્યું કે, જ્યારે ડિપ્લોમસી ફેલ થાય છે ત્યારે જ જંગ થાય છે. પાકિસ્તાની સેનાએ ચેતવણીભર્યા લહેજામાં કહ્યું કે, અમારા ડિફેન્સ અને શાંતિના પ્રયાસોને અમારી નબળાઈ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જોકે, પાક આર્મીએ કહ્યું કે. ભારત સાથે હાલમાં કોઈપણ પ્રકારની જંગની શક્યતા નથી કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશ છે.પાકિસ્તાની આર્મીની મીડિયા વિંગ, ઈન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)ના મહાનિદેશક મેજર જનરલ આસિફ ગફૂરે એક પ્રેસ કૉન્ફરન્સમાં ચેતવતા કહ્યું કે, શાંતિની અમારી ઈચ્છાને નબળાઈ ન સમજવી જોઈએ. આની સાથે જ પાક સૈન્યના ટૉપ અધિકારીએ 2018ની શરૂઆતથી લઈને અત્યાર સુધી ભારત પર 1077 વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. જોકે, હકીકત એ છે કે, થોડા દિવસ પહેલા શાંતિની વાત કરવા છતા પાકિસ્તાની સૈન્યએ સરહદ પરના વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો છે. એક દિવસ પહેલા જ પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં બે ભારતીય જવાનો શહીદ થઈ ગયા હતા.જંગની આશંકા પર ગફૂરે કહ્યું કે, બંને પક્ષ ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ માટે એકબીજાના સંપર્કમાં છે, પણ ભારત વાત કરવા માટે તૈયાર નથી. જણાવી દઈએ કે, ભારત સતત કહેતું રહ્યું છે કે, આતંકવાદ અને વાતચીત સાથે-સાથે થઈ શકે નહીં. પાકિસ્તાન સૈન્ય અધિકારીએ આગળ કહ્યું કે, જંગ ત્યારે જ થશે જ્યારે કૂટનીતિ પૂર્ણ રીતે ફેઈલ થઈ જાય છે. તેમણે કહ્યું કે, ‘ભારતીયોએ સમજવું જોઈએ કે, તેઓ ભવિષ્યમાં ક્યાં જવા માગે છે. બંને દેશો પરમાણુ સપન્ન છે અને યુદ્ધ માટે કોઈ અવકાશ નથી.’મેજર જનરલ ગફૂરે કહ્યું કે, ‘બંને દેશોના સૈન્ય વચ્ચે 2003ના સીઝ ફાયર એગ્રીમેન્ટને માનવા પર અસહમતિ થયા બાદ કથિત પણે ભારતીય ફાયરિંગનો પાકિસ્તાને જવાબ આપ્યો નથી, પણ જ્યારે નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા ત્યારે અમે જવાબ આપવા માટે મજબૂર થઈ ગયા.’ તેમણે કહ્યું કે, ‘જો ભારત પહેલા ગોળી ચલાવે અને કોઈ નુકસાન નથી થતું તો અમે જવાબ નહીં આપીએ. જો ભારત તરફથી બીજી ગોળી ચલાવવામાં આવે છે તો અમે જરૂરથી જવાબ આપીશું.’ જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન સરહદ પર સતત ભારતીય બંકરો અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે.