ન્યાયઃ સુરત-ઢુંઢર દુષ્કર્મ મામલે રાજ્ય સરકારનો ચીફ જસ્ટિસને પત્ર, ફાંસીની સજાની માંગ

0
63
news/MGUJ-AHM-HMU-LCL-guj-govt-has-written-to-chief-justice-to-give-death-penalty-to-physical-assault-accused-gujarati-news-5966531
news/MGUJ-AHM-HMU-LCL-guj-govt-has-written-to-chief-justice-to-give-death-penalty-to-physical-assault-accused-gujarati-news-5966531

28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢર ગામમાં અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકે સવા વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ખેતરમાં ફેંકી દીધી હતી. ત્યાર બાદ સમગ્ર ગુજરાતમાં આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસી રહી છે. તેમજ આરોપીને સજા અપાવવાને લઈ ઠાકોર સમાજ દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઢુંઢરના એક અને સુરતના બે દુષ્કર્મ કેસમાં એક મહીનામાં જ સજા આપવાની માગ કરવામાં આવી છે. તેમજ દુષ્કર્મના આરોપીને ફાંસી સુધીની સજા આપવાની માગ કરી છે.

કોઈ એક વ્યક્તિના ગુના માટે દરેકને સજા આપી શકાય નહીંઃ નીતિન પટેલ

આ સિવાય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓને લઈ જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિના ગુના માટે દરેકને સજા આપી શકાય નહીં. કોંગ્રેસના કેટલાક નેતાઓ આ પ્રકારના આંદોલન કરી રહ્યા છે.

ઢુંઢર કેસઃ ચા પીવા આવ્યો હતો અને દીકરીને લઈ ગયોઃ બાળકીના પિતા

હિંમતનગરના ઢુંઢર ગામે થયેલા દુષ્કર્મ અંગે પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, અમે ઢુંઢર ગામ ખાતે સાળાના ઘરે ગયા હતા જ્યાં તેમની ચાની કીટલી છે અને તેની સામે ફેક્ટરી આવેલી છે. મારી દીકરી અન્ય ત્રણ બાળકો સાથે ચાની કીટલી પાસે ખાટલામાં સૂતી હતી. સાંજે સાડા પાંચ વાગ્યે આ મજૂર ચા પીવા કીટલી પર આવ્યો હતો, ત્યારે તે મારી દીકરીને ઉપાડીને લઈ ગયો હતો. લાંબા સમય સુધી દીકરી નહીં મળતાં અમે શોધખોળ શરૂ કરી હતી, જેમાં મારી દીકરી ફેક્ટરી પાસેની ઝાડીમાંથી મળી આવી હતી.

સુરતના ડિંડોલીમાં સગા ભાઈએ જ કર્યું દુષ્કર્મ

સુરતના ડિંડોલી વિસ્તારમાં 29 સપ્ટેમ્બરના રોજ શ્રમજીવી પરિવારની એક 5 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બની હતી. હેવાનિયતની હદ વટાવી દે તેવી આ ઘટનામાં બાળકીના ગુપ્તાંગમાં અનેક જગ્યાએ ઇજાના નિશાન હતા અને લોહીલુહાણ થઇ ગઇ હતી. બાળકીને સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.બળાત્કારીને શોધી કાઢવા માટે લોક આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. બાળકીના પરિવારજનોએ પોલીસને એવી માહિતી આપી હતી કે ગલીના કોઇ યુવાને બળાત્કાર કર્યો હતો અને તે ફરાર હતો એટલે પોલીસ ઉંધા રવાડે ચઢી ગઇ હતી. પરંતુ પોલીસને તપાસ કરતા ખબર પડી કે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર બહારનો નહીં પણ તેણીનો સગો ભાઇ હતો.

સુરતના નવાગામમાં પાડોશીએ જ કર્યું દુષ્કર્મ

29 સપ્ટેમ્બરની બપોરે સાડા બાર એક વાગ્યાના અરસામાં નવાગામ-ડિંડોલી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી ગુમ થઈ હતી. આ બાળકીની માતા તેના અન્ય સંતાનને શાળાએ લેવા ગઈ તે વખતે આ બાળકી અને અન્ય એક સંતાન ઘરે હતાં. જ્યારે શાળાએથી બાળકીની માતા ઘરે પરત ફરી તો તેની પાંચ વર્ષની પુત્રી ઘરે હાજર ન હતી. તેના અન્ય સંતાનને પૂછ્યું તો પાડોશી મામા સાથે બહેન ગઈ છે તેમ કહ્યું હતું. આ સાથે જ પરિવારજનો મામાને શોધવાના કામે લાગ્યા હતા. કલાકોની જહેમત બાદ દારૂ પી લથડિયા ખાતી હાલતમાં પાડોશી મામો મળી આવ્યો હતો. જેને પરિવારજનોએ માર મારી બાળકી અંગે પૂછપરછ કરી હતી. તે વખતે પોતે કાંઈ જાણતો ન હોવાનું રટણ આ યુવાને કર્યું હતું. આખરે તેને પોલીસને હવાલે કરાયો હતો. પોલીસને પણ આ યુવાને કલાકો સુધી ચકરાવે ચડાવી હતી. આખરે મોડી રાત્રે તેણે કબૂલાત કરી હતી.