નારગોલમાં ભારે પવન સાથે વરસાદથી સંખ્યાબંધ ઝાડ ધરાશાયી, વીજપોલ પડતાં અંધારપટ

0
48
news/DGUJ-SUR-c-99-LCL-heavy-rain-in-nargol-tree-and-electric-poll-collapse-people-scared-NOR.html?ref=ht&se
news/DGUJ-SUR-c-99-LCL-heavy-rain-in-nargol-tree-and-electric-poll-collapse-people-scared-NOR.html?ref=ht&se

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના નારગોલમાં ભારે વરસાદથી અફડાતફડી મચી ગઈ હતી. ભારે વરસાદ સાથે તીવ્રગતિએ પવન ફૂંકાતા માત્ર 10થી15મીનિટ સુધી ચક્રવાત ફેલાતા સમગ્ર નારગોલ ગામ હચમચી ગયુ હતું. અસંખ્ય ઝાડ પડવાની સાથે સાથે વીજ પોલ પણ ધરાશાયી થયાં હતાં.

લોકોના જીવ તાળવે ચોંટ્યાં

નારગોલ સરોન્ડા મુખ્ય રસ્તાથી નારગોલ તળાવ પર,બજાર વિસ્તાર,જુના એસ.ટી.ડેપો માર્ગ, પંચાયત કચેરી સહિતના તમામ વિસ્તારોમા સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતાં. તથા વીજળીના થાંભલા,વીજળીના તાર સહિત નારગોલના તમામ મુખ્યો માર્ગો બંધ થઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો.ઘણા રહીશોના ઘર મકાનના છત અને છતના પતરા ઉડી જવા પામ્યા હતાં. વૃક્ષો નીચે ઉભેલા વાહનોને પણ નુકશાન થવા પામ્યુ હતું. સમગ્ર વિસ્તારમા વૃક્ષો ધરાશાયી થતાં અને ઠેર ઠેર વીજળીના પોલ વીજ તારો તૂટી જતા સમગ્ર નારગોલ વિસ્તારમા અંધારાપટ્ટ છવાઈ ગયો હતો.અચાનક આવેલા ચક્રવાતે થોડીક જ મીનિટમાં નારગોલને ઘમરોળી દેતા લોકોના જીવ તાળવે ચોંટ્યાં હતાં.