જ્યારે PM મોદીએ કહ્યું, ‘રાવ સાહેબ હું તમને મળવા માટે અહીં આવ્યો છું, તમારા વિશે મને બધી ખબર છે’

0
221
pm-narendra-modi-praises-cuttack-tea-seller-for-educating-slum-kids
pm-narendra-modi-praises-cuttack-tea-seller-for-educating-slum-kids

ઓડીશાના કટક જિલ્લામાં ચા વેચતા ડી પ્રકાશ રાવની જિંદગી હવે બદલાઈ ગઈ છે. પીએમ મોદીએ 27 મેના રોજ પોતાની ‘મન કી બાત’ના 44માં એપિસોડમાં પ્રકાશ રાવનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના કામને વખાણ્યું હતું.6 વર્ષની ઉંમરથી પ્રકાશ રાવ ચા વેચવાનું કામ કરે છે આજે આ કામ કરતા 54 વર્ષ થઈ ગયા. અભ્યાસમાં હોશિયાર હોવા છતાં આર્થિક તંગીને કારણે પાંચમાં ધોરણથી અભ્યાસ છોડવો પડ્યો હતો. તેમ છતાં આજે પ્રકાશ રાવ ગરીબ અને ઝૂંપડામાં રહેતા 70-75 બાળકોને અભ્યાસ કરાવીને તેમના સપના પૂરા કરી રહ્યા છે.પ્રકાશ રાવ કહે છે કે હું નથી ઈચ્છતો કે પૈસાની કમીને કારણે કોઈ બાળક અભ્યાસથી વંચિત રહે. એટલા માટે હું ચાની દુકાન અને સ્કૂલ માટે સમય નિકાળું છું. સાથે નજીકમાં આવેલી હોસ્પિટલમાં દર્દીઓની મદદ કરવા માટે જાઉં છું. રાવે કહ્યું કે તેની શાળામાં 70થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તે ચાની કિટલી પર રોજ 600થી 700 રૂપિયાની કમાણી કરે છે. જેમાંથી અડધી રકમ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરવામાં આવે છે.પ્રધાનમંત્રી સાથે મોદીની મુલાકાત પર વાત કરતા રાવે જણાવ્યું કે, મેં સપનામાં પણ ક્યારેય વિચાર કર્યો નહોતો કે હું દુનિયાના પસંદીત નેતાને મળી શકીશ. જ્યારે તેઓ ઓડીશા આવ્યા હતા તેમણે મને તેમના કાર્યાલય પર મળવા માટે બોલાવ્યો. હું 15-20 બાળકો સાથે પીએમ મોદીને મળવા માટે ગયો હતો. ત્યારે પીએમ મોદીએ મને જોયો તો હાથ લહેરાવીને કહ્યું કે, ‘રાવ સાહબ..હું તમને મળવા માટે આવ્યો છું. હું તમારા વિશે બધુ જ જાણું છું. કોઈને કંઈ કહેવાની જરૂર નથી.’