જાસૂસી કેસઃ ISROના પૂર્વ વૈજ્ઞાનિકની ધરપકડ અયોગ્ય, 50 લાખ વળતર આપો: SC

0
77
NAT-HDLN-isro-spy-case-sc-gave-relief-to-former-isro-scientist-nambi-narayan-gujarati-news
NAT-HDLN-isro-spy-case-sc-gave-relief-to-former-isro-scientist-nambi-narayan-gujarati-news

ઈસરોમાં 1994ના કથિત જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે પૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણને 24 વર્ષ બાદ અંતે રાહત આપી છે. કોર્ટે કહ્યું કે નમ્બી નારાયણની કેરળ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડ કારણ વગરની હતી. અને તેમને માનસિક રીતે હેરાન પણ કરવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટે ઈસરોના વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ત્યારે જાણીએ રોકેટ સાયન્ટિસ્ટ નારાયણનની જાસૂસીના આરોપમાં કરાયેલી ધરપકડથી લઈને નિર્દોષ થવાની સુધીની પૂરી વાત.

માલદિવની મહિલાની થઈ હતી પ્રથમ ધરપકડ

– ઓક્ટોબર, 1994નાં રોજ માલદીવની મહિલા મરિયમ રાશિદાને તિરુવનંતપુરમમાંથી પકડવામાં આવી હતી.
– રાશિદા પર ઈસરોના સ્વદેશી ક્રાયોજનિક એન્જિનની ગુપ્ત જાણકારી પાકિસ્તાનને વેંચવાનો આરોપ હતો.

નમ્બીની ધરપકડને CBIએ ગેરકાયદેસર ગણાવી હતી

– રાશિદાની ધરપકડ બાદ આરોપ લગાવાયાં હતા કે ઈસરોના બે વૈજ્ઞાનિક સહિત 6 લોકોએ અંતરિક્ષ કાર્યક્રમના ગુપ્ત દસ્તાવેજો વિદેશોમાં મોકલ્યાં હતા.
– પહેલાં પોલીસે તપાસ કરી અને બાદમાં મામલો CBIને સોંપી દીધો હતો.
– CBIની તપાસમાં સામે આવ્યું હતું કે કોઈપણ પ્રકારની જાસૂસી થઈ નથી.
– CBIએ પોતાની તપાસમાં કેરળના પૂર્વ DGP સિબી મેથ્યુઝ અને બે પૂર્વ પોલીસ અધિકારીઓને નમ્બીની ગેરકાયદેસર રીતે ધરપકડ માટે જવાબદાર ગણાવ્યાં હતા.
– નમ્બીએ આ અધિકારીઓ વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.
– જો કે કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહીની જરૂર નથી.
– કેરળ હાઈકોર્ટના ચુકાદાને પડકારવા નમ્બીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

માત્ર વળતર પૂરતું નથી- સુપ્રીમ કોર્ટ

– જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની બેંચે કહ્યું કે, 76 વર્ષના નમ્બી નારાયણનો મામલો માનસિક ઉત્પીડન સાથે જોડાયેલો છે.
– કેરળ સરકાર 8 અઠવાડીયાની અંદર તેઓને 50 લાખ રૂપિયા વળતર આપે.
– કોર્ટે કહ્યું કે માત્ર વળતર આપવું જ પૂર્ણ ન્યાય નથી.
– બેંચે આ મામલે કેરળ પોલીસના અધિકારીઓની ભૂમિકા માટે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી, જેની અધ્યક્ષતા ઉચ્ચત્તમ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ડીકે જૈન કરશે