ઘરે જ બનાવો આલુ કચોરી (બટાકાની કચોરી)

0
960
food/instant-maintain-spicy-potato-cake
food/instant-maintain-spicy-potato-cake

બટાકાની કચોરી સવારે નાસ્તા કે પછી સ્નેકના રૂપમાં ખાઈ શકો છો. જે દિવસ તમારા બાળકોને રજા હોય કે પછી તમે જાતે ઓફિસમાંથી રજા પર છો તો બટાકાની કચોરી બનાવવાનુ ન ભૂલો. તમે તેને સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો. તો આવો આજે અમે તમને આ બનાવવાની રીતે વિશે બતાવી રહ્યા છે. લોટ માટે સામગ્રી

– મેદો કે ઘઉંનો લોટ – 300 ગ્રામ
– રવો 200 ગ્રામ
– મીઠુ – સ્વાદમુજબ
– બેકિંગ સોડા – 1/4 ચમચી
– તેલ – 2 ચમચી ભરાવનની સામગ્રી – બટાકા 300, તેલ 1 ચમચી, જીરુ 1/2 ચમચી, ધાણા પાવડર 1 ½ ચમચી, લીલા મરચા – 2
આદુનો ટુકડો – 1 ½ ઈંચ, તળવા માટે તેલબનાવવાની રીત – સૌ પહેલા કચોડી માટે લોટ બાંધી લો. જેને માટે તમારે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરવો પડશે. લોટ બાંધીને તેને અડધો કલાક માટે ઢાંકીને મુકી દો. હવે બટાકાને બાફી લો પછી તેને છોલીને નાના ટુકડા કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ નાખો. પછી ધાણા પાવડર, લીલા મરચા, મીઠુ અને છીણેલો આદુ નાખીને 2-3 મિનિટ ફ્રાઈ કરો. હવે લોટની લીંબૂના આકારના લૂવા બનાવી લો. પછી તેણે હળવો દબાવીને વણી લો અને વચ્ચે એક કે દોઢ ચમચી ભરાવણ સામગ્રી ભરો. કચોરીના કિનારાને વાળીને બંધ કરીને હલકા હાથે વણી લો. હવે આ રીતે બધી કચોરીઓ તૈયાર કરી લો અને ગરમ તેલમાં બ્રાઉન થતા સુધી તળી લો. તાપને મધ્યમ જ રાખો અને વચ્ચે પલટતા રહો.
પછી કચોરીને નેપકિનમાં મુકીને પ્લેટમાં સર્વ કરો