એશિયા કપઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝે કહ્યું- ટીમ ઈન્ડિયા અમારાથી વધુ કાબેલ

0
76
-pakistan-captain-sarfraz-ahmed-says-indian-team-is-better-to-us-gujarati
-pakistan-captain-sarfraz-ahmed-says-indian-team-is-better-to-us-gujarati

એશિયા કપમાં રવિવારે ભારતીય ટીમ સામે હાર્યા બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે ટીમ ઈન્ડિયાની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતીય ખેલાડીઓની ક્ષમતા અમારાથી સારી હતી. અમારા ખેલાડીઓ તેમની બરાબરી ન કરી શક્યા. તેઓ અમારાથી વધુ ઉમદા સાબિત થયાં.

સરફરાઝે કહ્યું- અમે 20-30 રન ઓછા બનાવ્યાં

– ભારતે 238 રનના લક્ષ્યને 10.3 ઓવર બાકી હતી ત્યાં જ પ્રાપ્ત કરી લીધો હતો. સરફરાઝે કહ્યું, “રોહિત-ધવન જેવાં બેટ્સમેનને આઉટ ન કરી શકતા મેચમાં પરત આવવું મુશ્કેલ હોય છે. અમે 20-30 રન પણ ઓછા બનાવ્યાં.”
– સરફરાઝે કહ્યું, “અમે મેચમાં કેચ પણ છોડ્યાં. કેચ છોડીને મેચ ન જીતી શકાય.” રોહિતના 14 રન હતા ત્યારે ઈમામ ઉલ હક અને 81 રન હતા ત્યારે ફખર જમાંએ તેમનો કેચ છોડ્યો હતો. જે બાદ રોહિતે સેન્ચુરી મારી હતી.
– પાકિસ્તાન કેપ્ટને કહ્યું કે, “અમે ફાઈનલની પહેલાં સારું પ્રદર્શન કરીશું. બાંગ્લાદેશ સામેની મેચ મહત્વની હશે. અમારે અમારી ફિલ્ડીંગમાં પણ સુધારો કરવો પડશે.” મંગળવારે પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને કોઈપણ કાળે આ મેચ જીતવો જ પડશે.