ઉનાળામાં વજન ઘટાડવા પીવો ‘એપલ ટી’

0
905
recipe-drink-apple-tea-at-home-helps-in-weight-loss
recipe-drink-apple-tea-at-home-helps-in-weight-loss

સ્વસ્થ રહેવા માટે ગ્રીન ટી, આઇસ ટી વિશે આપે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એપલ ટી વિશે સાંભળ્યું ચે. જી હાં સફરજનની ચા ન ફક્ત વજન ઘટાડે છે પણ સ્કિનને પણ એકદમ સ્વસ્થ રાખે છે. તેનો સ્વાદ પણ ઘણો જ મજેદાર છે. એટલે કે જો આપ ફિટનેસનું જતન કરો છો અને ગ્રીન ટી પીવો છો તો ક્યારેક એપલ ટી પણ ટ્રાય કરી શકો છે. ચાલો અમે આપને જણાવીયે તેનાં ફાયદા અને તેને બનાવવાની રીત.

સફરજનમાં જોવા મળતા મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેની છાલમાં પણ તેનું પ્રમાણ ઘણુ હોય છે તેથી તેને ફેંકી દેવાની જગ્યાએ તેનો ઉપયોગ ચા બનાવવામાં કરવો. યૂરોપ દેશોમાં એપલ ટી ઘણી જ પ્રચલિત છે.

-તેનાંથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે.
-ટીન એજમાં જ આ ચાનું સેવન શરૂ કરવું જોઇએ. જેથી નાના-મોટા વાઇરલથી બચી શકાય છે.

-જે લોકોને પેટ ખરાબ રહેવાની સમસ્યા હોય તેમણે સફરજનની ચા પીવી જોઇએ.
-આ ચાન દરરોજ પીવાથી વજન પણ નિયંત્રણમાં રહે છે.
-જો આપને જોઇન્ટ પેઇનની સમસ્યા હોય તો તેમાં પણ આ ચા ફાયદાકારક સાબિત થાય છે.
-સફરજનની ચા પીવાથી સ્કિનનો ગ્લો વધે છે અને તે કાયમ પણ રહે છે.

આવી રીતે બનાવવો ‘એપલ ટી’
-એક તપેલીમાં બે લીટર પાણી ઉકાળો
-બરાબર ધોયેલા સફરજનનાં 1-1 ઇંચ ટુકડામાં કાપીને ઉકળતા પાણીમાં નાખો (સફરજન છાલ સાથે જ લેવાં )
-આશરે 10 મિનિટ સુધી તેને પકવા દો
-તેમા ચા પત્તી, લવિંગ, તજ અને ઇલાયચી ઉમેરીને થોડા સમય માટે ઉકલવા દો
-હવે તેને ગાળી લો. સમાન્ય ટેમ્પરેચર થાય એટલે તેમાં મધ ઉમેરી દો
-હવે આ ચાને ફ્રિઝમાં સ્ટોર કરો અને તેનું સેવન તમે બે દિવસ સુધી કરી શકો છો.