ઈરાનની જેલમાં બંધ છે કચ્છનો નાવિક, છોડાવવા પત્નીએ માંગી રૂપાલાની મદદ

0
120
wife-seeks-help-from-rupala-for-freedom-of-her-husband
wife-seeks-help-from-rupala-for-freedom-of-her-husband

ઇરાનની જેલમાં બંધ એક ગુજરાતી ખલાસીને એવડો મોટો દંડ ફટકારવામાં આવ્યો કે હવે તેમના પરિવારે સરકારની મદદ માગી છે. કચ્છના નાવિક ઉમર સલહ મોહમ્મદ થાઇમ છેલ્લા 4 વર્ષથી ઈરાનની જેલમાં બંધ છે. હવે તેમની પત્નીએ કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલાની મદદ માગી છે. થાઈમને છોડવા માટે ઈરાનિયન ઑથોરિટીએ 58.78 લાખનો દંડ ફટકાર્યો. જો કે થાઇમના પરિવારનું કહેવું છે કે કમાતી એકમાત્ર વ્યક્તિ જેલમાં બંધ હોવાથી આટલી મોટી રકમ તેઓ ચૂકવી શકે તેમ નથી.ત્યારે પવિત્ર મહિના રમજાન દરમિયાન થાઈમને છોડાવવા માટે તેમના પત્ની નુરજાન અને ભાઇ નુરમોહમ્મદે રૂપાલાની મદદ માગી છે. દંડની માગણી કરતો ઈરાનિયન ઑથોરિટીના બે પત્ર પણ રૂપાલાને મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈરાને થાઇમને ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી અને ઓઈલની દાણચોરી કરવાનો આરોપી બનાવ્યો છે.પરષોત્તમ રૂપાલાને મોકલેલા પત્રમાં લખ્યું છે કે, “તગડો દંડ અમે ભરી શકીએ તેમ નથી, તેથી અમે તમને અને તમારી સરકારને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને ઈરાનની જેલને દયા દાખવી દંડ માફી આપવાની ભલામણ કરો.” 2014માં થાઇમની બોટ જપ્ત કરી લેવામાં આવી હતી અને તેની સાથે અન્ય 14 ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. થાઇમના પરિજનોનું કહેવું છે કે દુબઈથી યેમેન જતી વખતે ભારે પવનોના કારણે થાઇમની બોટ ‘સફિના અલ શેના’ ઈરાનની દરિયાઈ સરહદમાં ઘૂસી ગઈ હતી.રમજાન દરમિયાન મૂળ માંડવીના રહેતા 47 વર્ષના થાઇમ મિનાબ જેલમાંથી છૂટી જવાના હતા. પરંતુ તેનો નાનો ભાઈ ઇબ્રાહિમ તપાસ કરવા જ્યારે ઈરાન ગયો કે તેનો મોટોભાઈ ક્યારે છૂટશે, ત્યારે ઈરાનિયન ઑથોરિટી દ્વારા તેને 97 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યું હતું, પણ 4 વર્ષ સુધી જેલમાં મજૂરીકામ કરી હોવાનું ધ્યાનમાં રાખી દંડની રકમ ઘટાડીને 58.78 રૂપિયા કરી દીધી છે.