અમદાવાદઃ સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, એરપોર્ટ પર અફરાતફરી

0
463
ahmedabad-news/spicejet-flight-suffers-tyre-burst-at-ahmedabad-airport
ahmedabad-news/spicejet-flight-suffers-tyre-burst-at-ahmedabad-airport

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ શુક્રવારે મોટી દુર્ઘટના ટળી હતી. સાંજના સમયે સ્પાઈસજેટનું SG-85 પ્લેન ટેકઓફ કરતું હતું ત્યારે અચાનક જ તેનું ટાયર ફાટ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. આ ફ્લાઈટ અમદાવાદથી બેંગકોક જઈ રહી હતી. આ ઘટના પછી ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મુસાફરોને પ્લેનની નીચે ઉતારાયાં હતાં. પ્લેનમાં આશરે 188 મુસાફરો હતાં. જે સહિ સલામત છે. આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગવાલે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, ‘સ્પાઈસજેટના એરક્રાફ્ટનું ટેકઓફ સમયે ટાયર ફાટ્યું હતું. આ ટાયર ફાટવાના કારણે મુસાફરોને સામાન્ય ઝટકો લાગ્યો હતો પરંતુ કોઈને પણ ઈજા થઈ નથી.’ આ ઉપરાંત સૂત્રોના જણાવ્યાનુસાર આ ઘટનાથી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરાયો છે.આ ઘટનાથી આશરે પચાસ જેટલી ફ્લાઈટ મોડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરનો રન-વે બંધ કરાતા બેંગલોરથી અમદાવાદ તેમજ મુંબઇથી અમદાવાદની ચાર ફ્લાઇટ્સ વડોદરા એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.ફેબ્રુઆરીમાં પણ આ જ રીતની ઘટના બની હતી. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી આવી રહી હતી ત્યારે રનવે પર તેનું ટાયર ફાટ્યું હતું. આ ઘટનામાં પણ દરેક મુસાફરોને તાત્કાલીક રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આ ઘટના પાછળ હાઈડ્રોલિક ઈશ્યૂ હોવાનું સામે આવ્યું હતું.