અંગદાન કરનારાઓના પરિવારોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું

0
1006
south-gujarat/president-of-india-ram-nath-kovind-visit-surat
south-gujarat/president-of-india-ram-nath-kovind-visit-surat

સુરતઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલી વખત સુરત આવ્યા છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ઓર્ગન ડોનર કરનારા પરિવારના સન્માન કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ એનાયત કર્યા હતાવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી ખાતે યોજાયેલા 49માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીને ગોલ્ડ મેડલ એનાયત કરતી વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદેનો હળવો અંદાજ જોવા મળ્માંયો હતો. તેમણે મજાક કરતા કહ્યું કે, ‘મને તમારા આ મેડલ્સની ઈર્ષા થાય છે.’ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા ઘણા સમયથી અંગદાન કરાવવાનું કામ કરે છે. અંગદાન કરનારાઓના પરિવારજનોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર રહી આ પરિવારજનોને મળી તેમની સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ‘ અંગદાન કરનારાની પ્રશંસા કરું તેટલી ઓછી છે. અંગદાન કરનારા જીવનદાતા છે.’એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે સંતોકબા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બચપન બચાવો અભિયાન સહિત નોબલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી અને પદ્મશ્રી એ.એસ.કિરણકુમારને રાષ્ટ્રપતિના હસ્તે સંતોકબા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.